દશ ઉલ્લાસ, શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત
કીર્તનના શબ્દો
(૧) શ્રી પુરુષોત્તમ કરૂં પ્રનાંઉ, ઇનકો ઉલ્લાસ પરમ રુચિ ગાઊં,
શ્રીવલ્લભકૃપા અનુગ્રહ કરહી, મો મતિહીન શારદા શુદ્ધ ધરહી,
એક સમે પ્રભુ અતિ હી ઉલ્લાસ, દેખ સ્વરૂપ નખ ચંદ પ્રકાશ;
સૌરભ સુગંધ તુલસીદાસ આયો, ઇચ્છા રમન દ્વે રૂપ મન ભાયો ।
(વલણ) ઇચ્છા ભઇ દ્વે રૂપકી તબ કોટિ મન્મથ મોહ હી;
અકલ કલા સૌન્દર્યસીમા, વામ ભાગ જુ પ્રકટ હી,
દેખ પ્રભુ ઉન રૂપ અદ્ભુત, રમન ચિત વિચારિયો,
દક્ષિણ ભાગ જુ ઔર લલના, રસમેં રસ નિર્ધારિયો ।
જુગલ રસકો રસ બઢાવન, મધ્ય રૂપ પ્રકાશહી;
અધિક બઢતો ઘાટ આવે ઘાટ બઢતો જા સહી
સામ દામ જો ભેદ ઉનકે મધ્યકો અધિકાર હે;
યહ ઉલ્લાસનિ રાસરસમય રસિક મન નિર્ધાર હૈ ।
(૨) સ્વ ઇચ્છાકે મહેલ બનાયે, ઉનકી શોભા બરની ન જાયે,
વાકે ગુન નહીં હોત હૈ ન્યારે, એક એક મહેલ છ ઋતુ અનુસારે;
રત્નજટિત કે છાજે તિબારી હાટિક સ્ફાટિકકી ફુલવારી ।
(વલણ) ફુલે વૃક્ષલતા વેલી દ્રુમ, નિબિડ કુંજન રચપચી,
હંસ કોકિલ કીર કલરવ, પાંતી બગદલ અતિ મચી ।
બહત મંદ સુગંધ શીતલ, મોર કુંહુકની અતિ બની,
રટત પિય પિય સુખદ ચાતક, ચકોર ચંદા ચક્ષની,
ચકવા રુ ચકઇ તીર સરિતા, નીર જહાં ઝરનાં ઝરે,
શ્રીપતિકો કહા સદન શોભા સ્વઇચ્છા કોન સરભર કરે ।
નિજ ધામકો ગોલોક કહયિત, ગાય બછરા અતિ ઘને;
શબ્દ હોત હૈ મથનકો યહ ઉલ્લાસ રસિક મન ગમે ।
(૩) સખી યૂથકો હે બિસ્તારા, વાકી ગિનતી ન આવે પારા;
મેઘ બૂઁદ ઓર રવિકી કિરની, શ્રીપુરુષોત્તમલીલા કૌન બરની।
શેષ મહેશન ધ્યાન સમાધા, કવિજન રંક કહા કરે સાંધા ?
યૂથ મુખીકી સંખ્યા કરહી તુચ્છ બુદ્ધિ કૈસેં ચિત્ત ધરહી ?
(વલણ) ધરૂં કૈસે ચિત્તમેં જુ, વાનીહૂ થકી જાત હે,
અપ્રાકૃત લીલા પ્રાકૃત ચાતક સબ ઘન કૈસે સમાત હે ?
કોટિ સાડે તીન મુખિયા, પુરુષોત્તમ નિજ દાસ હે,
ઓરકી કો ગિને સંખ્યા યહ ચરન રજકી આસ હે,
ચરનકો ઝંકાર સખિયન, ઘોષ શબ્દ જુ ગાજહી,
ચલત અતિ ઉત્સાહ સખિયન, રસિક સરિતા ભ્રાજ હી ।
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો, કહું બેદ પાર ન પાવહી,
મૂઢ કેસે ચિત્ત લાવે ? રસિક મન ન સમાવહી।
(૪) વામ ભાગ સિંગાર બખાનો, એક રસના મુખ કહત ન આનો,
ઉનકે બસન નીલાંબર સારી, શ્યામ કંચુકી લહેંગા લાલ કિનારી ।
(વલણ) શ્યામ કંચુકી લાલ લ્હેંગા, ફૂંદનાં મખતૂલ હે,
નીવી કટિ પર ફબી રહી, કિંકિની નગ બહુ મૂલ હે।
દેખ રૂપ સ્વરૂપ સુંદર, રમા કોટિક વારને,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો રસિક ચિત્ત વિચારને ।
(૫) કેસર આડ સુભાલ મનોહર, બીચ મુક્તા બિંદુ માનો શશી હર,
નૈન વિશાલ ભુકુટી મસિબિંદ, બદનકમલકે ઢિંગ અલી ફંદ,
શ્રવન તરુ કલી મનિકી જ્યોતિ, બેની જટિત ઝંઘાલોં પોતી,
દ્વેલરી તીલરી પંચલરી મનિ મુક્તા, રત્નજટિત નગહાર ઉરયુક્તા ।
(વલણ) રત્નપદક રુ હરી ચોકી, ભીર ભૂખન ફબી રહી,
કેશકે બીચ મનિ મુક્તા, જબી ઝુમખ સૂ ગુહી,
બાજૂબંધ જરાવ ફુંદના, ચુરીયનકી પંક્તિ બની,
નાસાબેસર વલય કંકન, મુદ્રિકા દર્પન અની,
જેહર તેહર તાયલ અનવટ બિછુવન મહાવર ચિત્ર કીયે,
હસ્ત મેંહદી મુકર દીને, ચંદ્ર નખ શશી જિયે,
નખસિખલોં સિંગાર કહાં લો, બાની હૂ થકી જાત હે,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો રસ રસિક મન લલચાત હે ।
(૬) નિત્યલીલામેં પ્રભુ બિરાજે, જ્યોં જલ ધાર તુટત ન સમાજે,
જ્યોં સરિતા પ્રવાહ નહી થામેં, અવિચ્છિન્ન ધાર ચલત તટ આવે,
કબહુક નૃત્ય કર કલ ગાને, કબહુક ભક્ત કરત સન્માને,
કબહુક રાસ ક્રીડા ઉદ્યોતી, કબહુક જલક્રીડા કબ પોતી ।
(વલણ) પોતમેં હરિ યૂથ બૈઠે, ખેવટ આપુ કહાવહી,
ચલત ઇત ઉત' વિહંસી મુખ, પ્રીતમ પ્યારીકોં રીઝાવહીં ।
પ્યારી કો મુખ દેખ વિન પ્રભુ, ઓર કછુ ન સુહાતરી,
ચકોર ચંદા નિરખકે જ્યોં પલક નૈંન સમાતહી ।
કબહુક ઋતુ શરદકો જસ ગાન લલના સ્વર ભરે,
પૂરન બ્રહ્મ સ્વરૂપ સુંદર, સકલ કારજ અનુસરે ।
કબહુક તાંબૂલ આપ શ્રીમુખ, ભક્ત મુખમેં મેલહી,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો રસ રસિક રસમેં ઝેંલહી।
(૭) યોગ શક્તિકો આવરન કરહી, જન ભીતર લીલા સબ ધરહી,
ગોલાકૃત જ્યોં રવિકી જ્યોતિ, ત્યોં માયાકો તેજ ઉદ્યોતી ।
(વલણ) તેજ પુંજકો જાનકે, નિરાકાર મતકોં અનુસરે,
માયા સંગી જીવ દુષ્ટી ભરમ ભૂલે પચમરે,
ન જાને જો ઈશ બ્રહ્મા વેદ હૂ નિત ગાવહી,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસ રસ તજ ગણિતાનંદકો ધ્યાવહી ।
(૮) પરમાનંદ ઉલ્લાસ બઢ્યો જબ, સુજસ બંદીજન ગાન કરે સબ,
રુચિ ઉપજી હરિજુકો ભાયો, નિકસી ઋચા સ્વરૂપ મુખ આયો ।
(વલણ) નિકસી ઋચા સ્વરૂપ શ્રીમુખ સુયશ ગાન સુનાવહી,
આપ સુનિયત મગ્ન દ્વૈકેં, વર માંગો જુ દિવાવહી,
તબ ઋચા રૂપ કહે વરજુ દેહુ, યહ લીલાકો અનુભવે,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો રસ રસિક કો ચાહન લહે ।
(૯) વાકો પ્રભુ જુ વર દીનો, મેરોહી વ્રજ મોહી રસ ભીનો,
પ્રકટ હોય તુમ દ્વાર રસ માનો, પાછે તેં મોહી આયો જાંનો ।
(વલણ) જાંનો જો આયો મોહિકો, અબ યહ લીલા સુખ તુમ દેહહૂ;
શ્રી ગોવર્ધન યમુના વૃંદાવન રસમેં રસહોં નિત રહૂં;
ઓર સખી ખટ દશ હજારે, બાકો વર દીનો જબે,
બેહુ પ્રગટ જુ હોયગી તબ, તુમ ઇનકો સુખ દેહો સબે ।
કલ્પ સારસ્વત બ્રજકી લીલા પંછીજન લખ આસ હૈ ,
તાહી દૈવી સૃષ્ટિ રસિકન શ્રીપુરુષોત્તમ ઉલ્લાસ હૈ ।
(૧૦) દૈવી સૃષ્ટિ ઉદ્ધારન કારન શ્રીવલ્લભપ્રિયા મુખી સુધારન,
બત્તીસ લક્ષ જીવકી ગિનતી, લીલારસ તે ભક્ત પ્રતીતિ;
હૈ ચિંતા કરિ તપત બુઝાવન, આજ્ઞા ભઈ વલ્લભ મન ભાવન ।
(વલણ) આજ્ઞા ભઈ નિજ વલ્લભકોં, બ્રહ્મસંબંધ તુમજુ કરાવહુ,
સકલ દુષ્કૃત દૂર કરિ, સેવા પ્રયત્ન જતાવહૂ ।
શ્રીગોવર્ધન ગિરિ કંદરામેં દેવદમન કહાવહી ;
આપુ સેવા કરો કરાવો, પ્રગટ લીલા દિખાવહી,
પવિત્રા માલ ઉરધાર વશ કર, જીય વત્તીસ લક્ષ વરે;
ગિરિરાજધરકો રૂપ સુધારસ, પીવત નૈના દુઃખ હરે,
શ્રીગોવર્ધનધરકી લીલા મેરે હૃદયમેં રમ રહો,
શ્રીપુરુષોત્તમ ઉલ્લાસકો રસ રસિક જન મિલ નિત કહો।