જસોદા નાલ ન છેદન
કીર્તનના શબ્દો
જસોદા નાલ ન છેદન દેહોં ।
મનિમય જટિત હારગ્રીવાકૌ વહૈ આજ હોં લૈહોં ॥૧॥
ઔરનકે હૈં સકલ ગોપ મેરે એકૈ ભવન તુહ્યારૌ ।
મિટિ જો ગયૌ સંતાપ જનમકૌ દેખ્યૌ નંદ દુલારૌ ॥૨॥
બોહોત દિનનકી આશા લાગી ઝગરિન ઝગરૌ કીનૌ ।
મનમેં વિહઁસત હૈ નંદરાની હાર હિયેકૌ દીનૌ ॥૩॥
જાકૌ નાલ આદિ બ્રહ્માદિક સકલ વિશ્વઆધાર ।
સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે મેંટનકોં ભૂભાર ॥૪॥