મને ગમે રે શ્રીનાથજીના ધામમાં
કીર્તનના શબ્દો
મને ગમે રે શ્રીનાથજીના ધામમાં, દર્શન મંગળાનાં થાય, વાલો મારો માખણ મિસરી ખાય, વૈષ્ણવો દર્શન કરાવો જય. મને ગમે રે - 1
દર્શન શૃંગારનાં થાય, સુંદર શણગાર ધરાય, કે શોભા વર્ણવી ના જાય. મને ગમે રે - 2
દર્શન ગ્વાલ બાલનાં થાય, વાલો મારો ગાયો ચરવા જાય, સાથ બલભદ્રજી જાય. મને ગમે રે - 3
દર્શન રાજભોગનાં થાય, સુંદર સામગ્રી ધરાય, વૈષ્ણવો પ્રસાદ લેવા જાય. મને ગમે રે - 4
દર્શન ઉત્થાપનનાં થાય, રૂડા શંખનાદ સંભળાય, વૈષ્ણવો દોડી દોડી જાય. મને ગમે રે - 5
દર્શન ભોગ આરતીનાં થાય, વિધ વિધ મેવા ધરાય, વૈષ્ણવો રાજી થાય. મને ગમે રે - 6