← બધા કીર્તન

શ્રી ગોવર્ધનધારી મારા વાલા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રી ગોવર્ધનધારી મારા વાલા, છો વ્રજના અધિકારી મારા વાલા - 1

વ્રજ મંદિર રળિયામણાં રે, દર્શન કરવા જાશું મારા વાલા - 2

મદન મોહનની મૂરતિ રે, હાકડી શીતળ છાય મારા વાલા - 3

જમુનાજી સોહામણાં રે, જમના ઝીલવા જઈએ મારા વાલા - 4

જમુનાજીમાં ઝીલતાં રે, છૂટા મેલ્યા કેશ મારા વાલા - 5

રમણ રેતીમાં આળોટતાં રે, તૂટ્યો મારો નવલખો હાર મારા વાલા - 6

મોતી તે સઘળાં વેરાઈ ગયાં રે, હીરલો લાગ્યો હાથ મારા વાલા - 7

કેમ કરું ને કેમ સંચરું રે, કેમ કરી ઉત્તર દઈશ મારા વાલા - 8

હાથે વીણું ને ખોળે સંચરું રે, મુખડે ઉત્તર દઈશ મારા વાલા - 9

ગોકુળની ગલીઓ સાંકડી રે, વૈષ્ણવોની ભીડ મારા વાલા - 10

વહુ બેટી આવે મલપતાં રે, દર્શન સૌને થાય મારા વાલા - 11

પ્રસાદ મેલ્યા મોકળા રે, ધોર તણો નહીં પાર મારા વાલા - 12

સાકર કેરા કરા પડ્યા રે, દૂધડે વરસ્યો મેઘ મારા વાલા - 13

નરસિંહ મહેતાના સ્વામી શામળા રે, દેજો શ્રી વ્રજમાં વાસ મારા વાલા - 14

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.