← બધા કીર્તન

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો

હિંડોળા

કીર્તનના શબ્દો

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હિંચકે રે હિંચકે રે આંબાની ડાળ - 1

બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ, કિનખાબી સુરવાલ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 2

ચડવા કે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, પીતળિયા પલાણ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 3

બેય કાને કુંડળ શોભતાં રે આંબાની ડાળ, આંબે ચલક ચલ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 4

રાધાજીનું વહાલું રૂપડું રે આંબાની ડાળ, મોહન મારો રળિયામણો, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 5

પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 6

માથે મેવાડી મોળિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેઢ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ - 7

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.